તઈ ઈસુ અને એના બે ચેલાઓ દરિયાના કાઠે ફરતા થોડાક હજી આગળ વધ્યા, અને ઈસુએ બે માણસોને જોયા જેઓનું નામ યાકુબ અને એનો ભાઈ યોહાન હતું. ઈ ઝબદીના દીકરાઓ હતા. ઈ એક હોડીમાં પોતાની જાળો હરખી કરતાં હતા.
ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જે કોય મારા ચેલા બનવા હાટુ અને હારા હમાસાર બીજાને હંભળાવવા હાટુ પોતાના ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ બાળકો અને ખેતરો, મુકી દીધા છે,
જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.