2 જેમ યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, પરમેશ્વરે એના દીકરા મસીહને કીધુ કે, “જો હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”
હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
પછી ઈસુએ એના બાર ચેલાઓને એક બાજુ લય જયને કીધુ કે, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને પરમેશ્વરે જે કાય વાતુ માણસના દીકરાની વિષે આગમભાખીયાઓએ જે કીધુ હતું, ઈ બધુય પુરું થાહે.