9 ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.