Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:6 - કોલી નવો કરાર

6 પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”


અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”


વધારે હેલું શું છે? એમ કેવું કે, તારા પાપ માફ થયા છે કે, એમ કેવું કે, ઉભો થયને હાલતો થા.


પછી ઈ માણસ ઉભો થયો અને પોતાની ઘરે વયો ગયો.


પણ જેનાથી એને જાણી લ્યો કે, મને, માણસના દીકરાને પૃથ્વી ઉપર લોકોના પાપ માફ કરવાનો અધિકાર છે, તેઓને હંમજાવવા હાટુ ઈ લકવાવાળાને કીધું કે,


“આ માણસ કેમ આવું બોલે છે? ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે, એક જ પરમેશ્વર છે જેના સિવાય બીજો કોય પાપોની માફી આપી હક્તો નથી.”


યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”


અને હું તેઓને અનંતકાળનું જીવન આપું છું તેઓ ક્યારેય મરશે નય, અને તેઓને કોય પણ મારી પાહેથી આસકી નય હકે.


કેમ કે, એણે બધાય લોકો ઉપર અધિકાર દીધો, જે ઈ મને આપ્યુ છે તેઓ બધાયને ઈ અનંતકાળનું જીવન દેય.


જે કાય બાપ જાણે કે, આ ન્યાયી છે ઈ બધુય કરવાનું એણે મને અધિકાર આપ્યો છે, કેમ કે હું માણસનો દીકરો છું


તઈ ઈસુએ એને કીધું કે, “ઉઠ તારી પથારી ઉપાડ અને હાલતો થા.”


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


પિતરે એને કીધું કે, “હે એનીયસ, તને ઈસુ મસીહ હાજો કરે છે, ઉઠ, અને તારો લબાસો ઉપાડ.” તઈ ઈ તરત ઉભો થય ગયો.


જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે.


ઈ હાટુ આપડે મસીહના રાજદૂત છયી, માનો પરમેશ્વર આપડી દ્વારા તમારીથી વિનવણી કરે છે, આપડે મસીહ તરફથી અપીલ કરે છે કે, પરમેશ્વરની હારે મેળ કરી લ્યો.


એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.


અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ