23 પછી જઈ ઈસુ તે અમલદાર યાઈરના ઘરમાં આવ્યો અને વાહળી વગાડનારાઓ અને લોકોને કકળાટ કરતાં જોયા,
અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય,
તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય,
પણ પાઉલ નીસે ગયો, અને એની પાહે જયને એને સોટી ગયો, અને ગળે બથ ભરીને કીધું કે, “બીતો નય, કેમ કે ઈ હજી જીવે છે.”
તઈ પિતર ઉભો થયને તેઓની હારે વયો ગયો, જઈ ઈ ન્યા પુગ્યો, તઈ તેઓ એને મેડી ઉપર લય ગયા; બધીય રંડાયેલી બહેનો એની પાહે ઉભી રયને રોતી હતી જઈ તાબીથા એટલે દરકાસ તેઓની હારે હતી તઈ જે ઝભ્ભા અને લુગડા જે એણે બનાવ્યા હતાં, ઈ પિતરને બતાડવા લાગી.
તમારા શહેરમાં હવે પછી કોય વીણા વગાડનારા, ગાનારા, વાહળી વગાડનારા કે રણશિંગડું વગડવાનો હાદ નય હંભળાય. ન્યા વસ્તુ બનવા હાટુ કોય પણ કુશળ કારીગર નય દેખાય. ન્યા મિલોમા ફરીથી કોયદી ઘંટીઓમા અનાજ દળવા હાટુ લોકો નય હોય.