2 અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”