18 જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
પાછો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી; જો કોય ભરે તો સામડાની થેલી ફાટી જાય છે અને દ્રાક્ષારસ ઢોળાય જાય છે, અને સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, એથી નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે, જેથી બેયનો બસાવ થાય છે.”
પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.”
ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.
નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”