16 “લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડાનું ફાકુ બોવ મોટુ થય જાહે.
ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
પાછો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી; જો કોય ભરે તો સામડાની થેલી ફાટી જાય છે અને દ્રાક્ષારસ ઢોળાય જાય છે, અને સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, એથી નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે, જેથી બેયનો બસાવ થાય છે.”
“લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડામાનું ફાકુ બોવ મોટુ થય જાહે.
ઈસુએ તેઓને એક દાખલો પણ કીધો કે, “નવા લુગડાનું થીગડુ ફાડીને કોય માણસના જુના લુગડાને નવા થીગડાથી હાધતું નથી, જો હાધે તો ઈ નવું હોતન ફાડી નાખશે, અને પાછા નવા લુગડામાંથી લીધેલુ થીગડુ જુના લુગડા હારે મળતું નથી.