15 ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
“લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડાનું ફાકુ બોવ મોટુ થય જાહે.
ઈસુએ તેઓને કીધુ કે, મારા ચેલાઓ અને હું વરરાજા અને એનાં મિત્રોની જેવા છયી, જ્યાં હુધી તેઓ લગનમાં છે ન્યા હુધી શું એનાં મિત્રો ઉપવાસ કરી હકે છે? નય, તેઓ ઉપવાસ નથી કરી હકતા.
ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.
તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”
મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.