જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.