તમે જણો છો કે શાસ્ત્રમાં આ શબ્દોનો શું અરથ છે, “મારી હાટુ બલિદાન સડાવવાને બદલે, હું ઈચ્છું છું કે, તમે બીજાઓની હાટુ દયાળુ બનો” જો તમે જાણો કે, એનો શું અરથ છે, તો તમે મારા આ નિર્દોષ ચેલાઓની નિંદા કરતાં નય.
મરેલાના જીવતા ઉઠવાના વિષે મૂસાની સોપડીમા લખવામાં આવ્યું છે કે, હળગતા ઝડવામાંથી મૂસાની હારે વાતો કરે છે, પરમેશ્વરે મુસાને કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.
અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”
ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું.
આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”
પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.
ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.
કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.