10 ઈસુ અને એના ચેલાઓ જઈ ઘરમાં ખાવા હાટુ બેઠા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો આવ્યા અને તેઓની હારે ખાધું.
આ જોયને ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ચેલાઓને કીધુ કે, “તમારો ગુરુ દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાય છે?”
ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.