Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:8 - કોલી નવો કરાર

8 જમાદારે જવાબ દીધો કે, ઓ પરભુ, તું મારા ઘરમાં આવ, એવો હું લાયક નથી. પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે તોય, મારો સેવક હાજો થય જાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:8
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


પણ યોહાને એને રોકવા હાટુ આ કીધુ કે, “મારે તો તમારી પાહેથી જળદીક્ષા લેવી જોયી, તું શું મારી પાહે આવો છો?”


તઈ ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું એને હાજો કરવા ઈચ્છું છું,” અને તરત જ ઈ કોઢથી શુદ્ધ થયો.


ઈસુએ એને કીધુ કે, “હું આવીને એને હાજો કરય.”


કેમ કે, હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારા આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ કરે છે.


હવે, હું તારો દીકરો કેવાને લાયક રયો નથી, પણ તુ મને તારો ચાકર ગણીને રાખ.


દીકરાએ કીધું કે, હે બાપ મે પરમેશ્વર અને તારી વિરુધ પાપ કરયુ છે, હવે હું તારો દીકરો કેવાને લાયક રયો નથી.


ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”


ઈ જ ઈ છે જે મારી વાહે આવનાર છે, હું એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ