7 ઈસુએ એને કીધુ કે, “હું આવીને એને હાજો કરય.”
ઓ પરભુ, મારો સેવક ઘરમાં લકવાવાળો થયને પડેલો છે, એને બોવ જ પીડા થાય છે.
જમાદારે જવાબ દીધો કે, ઓ પરભુ, તું મારા ઘરમાં આવ, એવો હું લાયક નથી. પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે તોય, મારો સેવક હાજો થય જાહે.
ઈસુ તેઓની હારે ગયો, અને ઈ એના ઘરથી થોડોક આઘો હતો, એટલામાં જમાદારે એની પાહે કેટલાક મિત્રને મોકલીને એણે કેવડાવ્યુ હે પરભુ, તુ મારા ઘરે આવ એવો હું લાયક નથી.