તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
જઈ ઈ એને કોરડા મારવા હાટુ બાંધી રયા હતાં, તો પાઉલ ઈ હો સિપાઈના અધિકારીની પાહે ઉભો હતો, અને એણે કીધું કે, “શું આ ઠીક છે કે, તુ એક રોમી માણસને, અને ઈ પણ કય ગુના વગર, કોરડા મરવો છો?”
હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.