Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:4 - કોલી નવો કરાર

4 પછી ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:4
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે.


તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “હું મસીહ છું, ઈ તમારે કોયને કેવું નય.”


જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”


પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.


એમ નો ધારો કે, હું નિયમ અને આગમભાખીયાઓની વાતોનો નાશ કરવા આવ્યો છું; હું નાશ કરવા નય પણ પુરૂ કરવા આવ્યો છું.


હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.


અને તેઓ જોતા થયાં પછી ઈસુએ તેઓને સખત સેતાવણી આપતા કીધુ કે, “જો, આ વાત કોય જાણે નય.”


તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો.


ઈસુએ મેલી આત્માઓને સખત સેતવણી દીધી અને કીધુ કે, “બીજાને કેતા નય કે, હું કોણ છું.”


તઈ ઈસુએ દીકરીના માં-બાપને કડક સેતવણી આપીને કીધુ કે, આ ખબરને કોયને જણાવશો નય કે, મે આ દીકરીને મરેલામાંથી જીવતી કરી. અને કીધુ કે આને કાક ખાવાનું આપો.


“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


ઈસુએ લોકોને કીધુ કે, તેઓ કોયને નો બતાવે કે, એણે શું કરયુ છે. પણ જેટલી વધારે એણે તેઓને આજ્ઞા આપી કે, બીજાઓને નો બતાવતા, એટલા વધારે જોશથી તેઓ બીજાઓની વસે આ ખબરને ફેલાવવા લાગ્યા.


તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “મારા વિષે કોયને કાય કેવું નય.”


જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ ડુંઘરા ઉપરથી ઉતરતા હતાં તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે કોયને પણ ન્યા હુધી કાય નો બતાવતા કે, તમે શું જોયું હતું, ન્યા હુધી કે હું માણસનો દીકરો મરણમાંથી જીવનમાં પાછો નય આવું.”


અને ઈસુએ ઈ માણસોને જોયને કીધુ કે, “તમે તમારા દેહને યાજકોની પાહે જયને દેખાડો જેથી ઈ જોય હકે અને એમ થયુ કે, મારગમાં હાલતા જ તેઓ હાજા થય ગયા.”


પણ આ તમને મારી વિષે કેવાની તક આપશે.


ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”


તઈ ઈસુએ એને સેતવણી દીધી કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારો દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.”


એના માં-બાપ સોકી ગયા, પણ ઈસુએ તેઓને આજ્ઞા આપી કે જે થયુ ઈ કોયને કેતા નય.


તઈ ઈસુએ ચેલાઓને કડક સેતવણી આપીને કીધું કે, “મારા વિષે કોયને કાય કેવું નય.”


હું માણસોની પાહેથી વખાણની આશા નથી રાખતો.


જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી.


હું મારું માન કરવા નથી માંગતો, પણ એક જ છે જે માગે છે કે, મારું માન કરે, અને ઈ, ઈજ છે જે ન્યાય પણ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ