34 તઈ જુઓ આખું ગામ ઈસુને મળવા બારે આવ્યું, અને એને જોયને તેઓએ વિનવણી કરી કે, અમારા પરદેશમાંથી વયો જાય.
જુઓ, એણે રાડો પાડીને કીધુ કે, “ઓ પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? વખત પેલા તું અમને દુખ દેવા આયા આવ્યો છો?”
ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”
એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”
અને જયને એની પાહે માફી માંગી, અને બારે લય જયને વિનવણી કરી કે, શહેરની બારે વયા જાવ.