જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”