26 ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ.
ઈસુએ ઈ જાણીને ચેલાઓને કીધુ કે, “ઓ શંકાળુઓ, તમારી પાહે રોટલી નથી ઈ હાટુ તમે અંદરો અંદર કેમ વાતો કરો છો?”
તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”
ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસુઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે.
તઈ ઈ લોકોએ નવાય પામીને કીધુ કે, “આ કય રીતનો માણસ છે કે, વાવાઝોડુ અને દરીયો હોતન એની આજ્ઞા માંને છે!”
ઈસુએ મેલી આત્મા વળગેલાને ધમકાવીને કીધું કે, “સૂપ રે! એનામાંથી નીકળી જા.” મેલી આત્મા એને બધાયની વસમાં નાખીને કાય પણ નુકશાન કરયા વગર એનામાંથી નીકળી ગય.
તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી.
એનો જમણો પગ દરીયા ઉપર રાખવામાં આવ્યો, અને એનો ડાબો પગ જમીન ઉપર રાખીને ઉભોતો એના હાથમાં એક નાની સોપડી હતી જે ખુલેલી હતી.