જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,