21 એકબીજા ચેલાએ ઈસુને કીધુ કે, “હે પરભુ, પેલા મને ઘરે જાવા દયો, જેથી, મારા બાપને મરયા પછી હું દાટી દવ અને પછી હું તારી હારે આવય.”
જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.
તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”
પણ ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.”
ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.