19 જેમ તેઓ જાવા હાટુ તૈયાર થાતા હતા તઈ એક યહુદી નિયમના શિક્ષકે પાહે આવીને ઈસુને કીધુ કે, “હે ગુરુ, જ્યાં ક્યાય તું જાય, ન્યા તારી વાહે હું આવય.”
તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.
તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે.
હું લગભગ તમારી હારે રેય, કા હું આખો શિયાળો પણ ગાળય કે, જેથી મારે જ્યાં જાવાનું છે ન્યા તમે મને પુગાડો.