5 અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય.
તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.
જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”
અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.