3 તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.
અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય.
ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.
ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.