29 કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.
ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.
હું તમને જણાવું છું કે, તમારે યહુદી નિયમના શિક્ષકોને અને ફરોશી ટોળાના લોકોના નિયમ કરતાં, પરમેશ્વરને જેની જરૂર છે ઈ હાટુ કાક વધારે હારુ કરનારા થાવુ જોયી નકર તમે સ્વર્ગના રાજ્યમાં નય ઘરી હકો.
પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.
પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.
જઈ ડુંઘરા ઉપરથી ઈસુ ઉતરયો, તઈ બોવ જાજા માણસોનું મોટુ ટોળું એની વાહે આવતું હતું.
ઈસુએ તેઓને કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”
કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,
પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.