26 પણ જે મારી વાત હાંભળે છે અને ઈ માનતો નથી. ઈ એક મૂરખા માણસ જેવો છે, જેણે પોતાનુ ઘર રેતી ઉપર બાંધ્યુ.
“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.
અને વરસાદ આવ્યો અને પુર આવ્યું, વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા પણ ઈ નો પડયું કેમ કે, એનો પાયો પાણા ઉપર નાખો હતો.
વરસાદ આવ્યો, અને પુર આવ્યુ અને વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા એટલે ઈ પડી ગયુ અને એનો હાવ નાશ થયો.”
પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.
પણ હે મૂરખ માણસ, તુ ખરેખર આ નથી ઈચ્છતો કે, હું તને આ સાબિત કરું કે, ભલા કામો કરયા વગર વિશ્વાસ નકામો છે.