એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.
પણ બુદ્ધિશાળીઓએ જવાબ દીધો કે, ખબર નય, કદાસ અમને અને તમને પુરૂ થાય એટલું તેલ નથી, ઈ હાટુ આ હારું છે કે, તમે વેસનારાઓની પાહે જાવ, પોત પોતાની હારું વેસાતી તેલ લીયાવો.
કેમ કે, પરમેશ્વર લોકોને પોતાની હારે ખાલી એટલા હાટુ હાસા નથી ઠરાવતો કેમ કે, તેઓએ મૂસાના નિયમશાસ્ત્રને હાંભળ્યું છે. પણ ઈ એવુ તઈ કરે છે જઈ તેઓ એવુ કરે છે જે મુસાનો નિયમશાસ્ત્ર કેય છે કે, તેઓને કરવુ જોયી.