આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.
આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.