20 એટલે જે કામો તેઓ કરે છે, એની દ્વારા તમે તેઓને ઓળખશો.
“જો ઝાડવું હારું હોય એનુ ફળ હારૂ આવે કા જે ઝાડ ખરાબ હોય, તો એનુ ફળ પણ ખરાબ હોય કેમ કે, ઝાડ ફળથી ઓળખાય છે.
તેઓના ફળથી તમે ઓળખશો. કોય પણ જાળાઓ પાહેથી ધરાખ કે, કાંટાળા ઝાડ ઉપરથી અંજીર તોડતા નથી. એવી જ રીતે તમે ખોટા આગમભાખીયાઓને એના વેવારથી ઓળખી હકશો.
બધાય ઝાડવા એના ફળથી ઓળખાય છે કેમ કે, કાંટાના ઝાડ ઉપરથી લોકો અંજીર વીણતા નથી, અને કોય ઈગોરીયાના ઝાડ ઉપરથી દ્રાક્ષ વીણતા નથી.
ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જેમ અંજીરના ઝાડમાંથી દ્રાક્ષ, અને દ્રાક્ષના વેલામાંથી અંજીરનું ફળ લાગી હકતું નથી, એમ જ ખારા પાણીના કુવામાંથી મીઠું પાણી નીકળી હકતું નથી.