2 કેમ કે, જે રીતે તમે બીજાઓની ઉપર આરોપ લગાડશો. એમ જ તમારી ઉપર પણ આરોપ લગાડવામાં આયશે, અને જે રીતેથી તમે બીજાઓનો ન્યાય કરો છો, એમ જ તમારો હોતન ન્યાય કરવામાં આયશે.
આપો એટલે તમને અપાહે; હારુ માપ દાબેલું ને હલાવેલું ઉભરાએલુ તમારા ખોળામાં ઈ ઠલવી દેહે કેમ કે, “જેટલું વધારે ધ્યાનથી તમે હાંભળો છો એટલી વધારે હમજ તમને અપાહે, અને હજી વધારે તમે હમજી હકશો.”
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.