18 હારા ઝાડવાને ખરાબ ફળ અને ખરાબ ઝાડવાને હારા ફળ આવતાં નથી.
એમ જ દરેક હારા ઝાડવા હારા ફળ આપે છે, અને ખરાબ ઝાડવા ખરાબ ફળ આપે છે.
જે ઝાડવા હારું ફળ નથી આપતા એને કાપી નાખવામાં આયશે, અને આગમાં બાળી નાખવામાં આયશે, અને ખોટા આગમભાખીયાઓને પણ આ જ રીતે દંડ મળશે.
કેમ કે, કોય હારા ઝાડને ખરાબ ફળ આવતાં નથી, વળી ખરાબ ઝાડને હારા ફળ આવતાં નથી.
કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.