પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જેમ અંજીરના ઝાડમાંથી દ્રાક્ષ, અને દ્રાક્ષના વેલામાંથી અંજીરનું ફળ લાગી હકતું નથી, એમ જ ખારા પાણીના કુવામાંથી મીઠું પાણી નીકળી હકતું નથી.