તમે ખાલી હાકડા કમાડેથી જ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર ઘરી હકો છો કેમ કે, જે માર્ગ વધારે હેલો છે, ઈ નાશમાં પુગાડે છે અને એનું કમાડ પહોળું છે, ને ઘણાય લોકો એમાંથી અંદર ઘરે છે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.