13 તમે ખાલી હાકડા કમાડેથી જ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર ઘરી હકો છો કેમ કે, જે માર્ગ વધારે હેલો છે, ઈ નાશમાં પુગાડે છે અને એનું કમાડ પહોળું છે, ને ઘણાય લોકો એમાંથી અંદર ઘરે છે.
તઈ એની પાહે જાવા લાગ્યા હતાં, તઈ પિતરે ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે; જેથી તુ કે, તો આયા ત્રણ માંડવા બાંધી, એક તારી હાટુ, એક મુસાની હાટુ અને એક એલિયાની હાટુ.” ઈ જાણતો નોતો ઈ શું કય રયો છે.
આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.
તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.
પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.