10 એવી રીતે, કોય પણ માણસ પોતાના દીકરાને માછલી માગે તો એને ઝેરીલો એરુ આપશે નય.
કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે?
તમારામાં એવો કોણ માણસ છે કે, જે પોતાનો દીકરો એની પાહે રોટલી માગે તો એને પાણો આપશે?
અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.