કેમ કે, જે રીતે તમે બીજાઓની ઉપર આરોપ લગાડશો. એમ જ તમારી ઉપર પણ આરોપ લગાડવામાં આયશે, અને જે રીતેથી તમે બીજાઓનો ન્યાય કરો છો, એમ જ તમારો હોતન ન્યાય કરવામાં આયશે.
અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય.
તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.