જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
પણ જઈ તેઓએ જાણી લીધું કે તેઓ યહુદી છે (યહુદી લોકો, મસીહી લોકોની જેમ મૂર્તિપૂજા નથી કરતાં) તો ટોળાના બધાય લોકો એક હારે લગભગ બે કલાક લાગી રાડો નાખતા રયા, “એફેસી શહેરની આર્તેમિસની દેવીની જય!”