ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”
કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.
જે લોકો પોતાની દેહિક ઈચ્છાઓને પોતાની જાત ઉપર કાબુ કરવા દેય છે ઈ એવી વસ્તુઓ વિષે વિસારે છે જે એનુ દેહ ઈચ્છે છે અને પોતાના પાપીલા સ્વભાવને કાબુમાં કરવા દેવો, મોત તરફ લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.