Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:5 - કોલી નવો કરાર

5 જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:5
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જે કાય તમે પ્રાર્થના કરીને માગો અને વિશ્વાસ કરો તો, ઈ બધુય તમને મળશે.”


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.


ઈ પોતાના બધાય કામો માણસોને બતાવવા હાટુ કરે છે, અને તેઓ પોતાના શાસ્ત્રવચનના પત્રોને પોળા બનાવે છે, અને પોતાના લુંગડાની કોર લાંબી રાખે છે.


વળી જમણવારમાં તેઓને મુખ્ય જગ્યાઓમાં બેહવાનું ગમાડે છે અને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં તેઓને મુખ્ય આસનો જોયી છયી,


હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”


આ રીતે જઈ તમે ઉભા રયને પ્રાર્થના કરો છો, તો જો તમારા મનમા કોય બીજા પર્ત્ય કાય વિરોધ હોય, તો માફ કરો: ઈ હાટુ કે, પરમેશ્વર તમારો બાપ જે સ્વર્ગમા રેય છે ઈ પણ તમારા અપરાધો માફ કરશે.


ઈસુએ શિક્ષણ આપતા તેઓને કીધુ કે, “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો, તેઓ આ વાત બોવ ગમાડે છે કે, જાહેર જગ્યાઓમાં લોકો તેઓને લાંબા, અને મોઘા લુગડા પેરેલા જોવે અને તેઓ આ ગમાડે છે કે, બજારમાં લોકો તેઓને માનથી સલામ કરે.


ફરોશી ટોળાના લોકો તમારી હાટુ અફસોસની વાત છે કેમ કે, તમે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં મુખ્ય આસનો ઉપર, સોકમાં સલામો કરીને માન આપે એવુ ઈચ્છો છો.


ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,


પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”


તેઓ રંડાયેલીઓની માલ-મિલકત અને ઘરની વસ્તુઓ પસાવી પાડે છે, અને લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વરથી એને સોક્કસ કડક સજા મળશે.”


પણ રૂપીયાવાળાને અફસોસ છે! કેમ કે, તમે તમારો રાજીપો મેળવી સુક્યા છો.


અત્યાર લગી તમે મારા નામે બાપથી કાય નથી માંગ્યું, માગશો તો તમને મળશે, જેનાથી તમારો આનંદ વધારે થાહે!


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


દરેક વખતે પ્રાર્થના કરતાં રયો.


પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ