32 કેમ કે, બિનયહુદીઓ આ બધી વસ્તુઓને ગોતે છે, પણ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે, તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
ઈ હાટુ તમે તેઓની જેવા નો થાતા. કેમ કે, તમારો બાપ માગવાથી પેલા જ જાણે છે કે, તમારે હેની જરૂર છે.
કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;
અને મારો પરમેશ્વર પોતાની મહિમાની મૂડીમાંથી તમારી બધીય જરૂરિયાત મસીહ ઈસુમાં પુરી પાડશે.
અને ઈ લોકોની જેમ નો કરો જે પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, તેઓ પોતાની ભુંડી ઈચ્છાઓ પરમાણે કરે છે.