પછી ઈસુએ એને જવાબ આપતા કીધુ કે, “આ પેઢીના લોકો વિશ્વાસ નથી કરતાં અને ઈ હાટુ તમારા વિસારો ભુંડા છે! ક્યા હુધી હું તમારી હારે રેય અને તમારું સહન કરય? પછી એણે દીકરાના બાપને કીધુ કે, તારા દીકરાને આયા લાવ.”
અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”