26 આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.
કેમ કે, બિનયહુદીઓ આ બધી વસ્તુઓને ગોતે છે, પણ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે, તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
તમારામાં એવો કોણ માણસ છે કે, જે પોતાનો દીકરો એની પાહે રોટલી માગે તો એને પાણો આપશે?
પછી રૂપીયાવાળા માણસે કીધું કે, મને ખબર છે કે, મારે શું કરવુ: હું મારી વખારોને તોડીને વધારે મોટી કરય; હું ન્યા વખારમાં હારા ઘઉંના દાણા અને વસીયત રાખય.