22 આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય, તો તારો આખોય દેહ અજવાળાથી ભરેલો હશે.
મશાલ હળગાવીને વાસણ નીસે નય, પણ દીવી ઉપર મુકવામાં આવે છે, ન્યાથી ઘરમાનાં બધાયને ઈ અજવાળું આપે છે.
ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.
હે ચાકરો જેમ તમે મસીહને આધીન થાવ છો એમ પૃથ્વી ઉપરનાં જેઓ તમારા માલિકો છે તેઓને માન હારે નિખાલસ મનથી આધીન થાવ.
હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.