ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.
આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.
હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.