Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:2 - કોલી નવો કરાર

2 ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:2
56 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે:


હવારે તમે કયો છો કે, આજ વાવાઝોડું આયશે, કેમ કે, આભ રતુમડું અને અંધારેલું છે; તમે આભનું રૂપ પારખી જાણો ખરા પણ વખતની નિશાની તમે પારખી હકતા નથી?


પણ ઈસુએ તેઓની ભૂંડાય જાણીને કીધુ કે, “ઓ ઢોંગીઓ, તમે મારૂ પારખું કેમ કરો છો?


ઈ પોતાના બધાય કામો માણસોને બતાવવા હાટુ કરે છે, અને તેઓ પોતાના શાસ્ત્રવચનના પત્રોને પોળા બનાવે છે, અને પોતાના લુંગડાની કોર લાંબી રાખે છે.


વળી જમણવારમાં તેઓને મુખ્ય જગ્યાઓમાં બેહવાનું ગમાડે છે અને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં તેઓને મુખ્ય આસનો જોયી છયી,


અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે.


કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય.


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


પણ તુ જઈ દાન કર, તઈ તારી સિવાય બીજા કોય લોકોને ખબર નો પડે એવી રીતે ખાનગીમાં દાન કર.


જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.


અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય.


અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય અને જમણવારમાં મુખ્ય જગ્યાઓ ઉપર બેહવાનું ગમાડે છે.


પછી ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે ઢોંગીઓના વિષે યશાયા આગમભાખીયાએ પવિત્ર શાસ્ત્રમા ઠીક લખ્યું છે કે, તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.


જેથી તમારી થાળીમાં વાટકામાં જે છે ઈ જરૂર છે ઈ એને આપો પછી તમે પુરેપુરા શુદ્ધ થાહો.


ફરોશી ટોળાના લોકો તમારી હાટુ અફસોસની વાત છે કેમ કે, તમે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં મુખ્ય આસનો ઉપર, સોકમાં સલામો કરીને માન આપે એવુ ઈચ્છો છો.


પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.


ઓ ઢોંગીઓ! આભ અને પૃથ્વીને જોયને, આ વાતાવરણની વિષે શું થાવાનુ છે ઈ પારખી હકો છો. તો પછી પરમેશ્વર આ વખતમાં શું કરવાનો છે એના વિષે કેમ પારખી હક્તા નથી?


આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?


“યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે.


પણ રૂપીયાવાળાને અફસોસ છે! કેમ કે, તમે તમારો રાજીપો મેળવી સુક્યા છો.


અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.


યહુદાની પાહે રૂપીયાની ઠેલી રેતી હતી, ઈ હાટુ કોય હમજે કે, ઈસુ એને કય રયો છે કે, જે કાય તેવાર હાટુ જોયી છી, ઈ વેસાતું લય લે, કા તો આ કે ગરીબોને કાક દેય.


હું માણસોની પાહેથી વખાણની આશા નથી રાખતો.


તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.


જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી.


ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.


અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે.


તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.


તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.


જોપ્પા શહેરમાં તાબીથા નામની એક વિશ્વાસી બાય હતી, (ગ્રીક ભાષામાં એનુ નામ દરકાસ એનો અરથ હરણી છે) ઈ બોવ ભલાયના કામો અને ગરીબ લોકોને મદદ કરતી હતી.


જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.


અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે.


એક જ વસ્તુ જે તેઓએ અમને કરવાની વિનવણી કરી યરુશાલેમમાં ગરીબ વિશ્વાસુઓની મદદ કરી, અને આ ઈ જ છે, જેને હું કરવા માંગતો હતો.


સોરી કરનારો ફરીથી સોરી નો કરે; પણ ઈ મેનત કરે કે, તે પોતાના હાથથી કરેલા ઉપયોગી કામો દ્વારા બીજા લોકોની પણ મદદ કરી હકે, જેને કોય પરકારની જરૂર છે.


અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા.


હારા કામો કર, અને બોવ જ ઉદારતાથી હારા કામો કરવામા, અને જેને જરૂર છે તેઓની ઉદારતાથી મદદ કરવા હાટુ સદાય તૈયાર રેજે.


કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ