Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:16 - કોલી નવો કરાર

16 જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:16
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.


ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.


એક દિવસ, જળદીક્ષા આપનાર યોહાન અને ફરોશી ટોળાના લોકોના ચેલાઓ ઉપવાસ કરતાં હતા. ઈ વખતે અમુક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, “તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”


હું અઠવાડીયામાં બે વાર ઉપવાસ કરું છું; અને મારી બધીય કમાણીનો દશમો ભાગ તમને આપું છું”


ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી.


કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.


મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી.


માર ખાવામાં, કેદી હોવામાં, હુમલાઓમાં, દુખોમાં, ઉજાગરા કરવામાં, ભૂખા રેવામાં,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ