Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:10 - કોલી નવો કરાર

10 તમારું રાજ્ય આવે, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં એમ જ પૃથ્વી ઉપર પુરી થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:10
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, મારો સ્વર્ગમાનો બાપની મરજી મુજબ કરશે, ઈ જ મારો ભાઈ, બેન, અને માં છે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


વળી ઈસુએ બીજીવાર જયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, આ પ્યાલો મારા પીધા વગર આઘો નો થય હકે; તો તારી ઈચ્છા પરમાણે થાય.”


“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


જે મને “હે પરભુ! હે પરભુ!” કેય છે, તેઓમાના બધાય સ્વર્ગના રાજ્યમાં જાહે નય, પણ જેઓ મારા બાપની ઈચ્છા પુરી કરે છે, તેઓ જ જાહે.


આશીર્વાદિત છે જે આપડા વડવાઓ રાજા દાઉદનું રાજ્ય જે પરમેશ્વરનાં અધિકારમાં આવે છે, પરમેશ્વર જે સ્વર્ગમા રેય છે, એની હોસાન્‍ના.”


કેમ કે, જે કોય પરમેશ્વરની મરજી મુજબ કરશે ઈજ મારો ભાઈ અને મારી બેન અને મારી માં છે.”


જઈ તેઓ આ વાતુ હાંભળતા હતાં, તઈ ઈસુએ એક દાખલો કીધો કેમ કે, તેઓ યરુશાલેમની પાહે પુગ્યા હતાં, અને તેઓ એમ વિસારતા હતાં કે, પરમેશ્વરનું રાજ્ય હમણા જ પરગટ થાહે.


“ઈ રાજા આશીર્વાદિત છે, જે પરભુના નામથી આવે છે! સ્વર્ગમા શાંતિ અને આભમાં મહિમા થાય.”


“હે બાપ જો તારી ઈચ્છા હોય, તો આ દુખનો પ્યાલો મારાથી આઘો કરી લે: તો પણ મારી ઈચ્છા નય પણ તારી જ ઈચ્છા પરમાણે થાય.”


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું


પછી પરમેશ્વરે એને કાઢીને દાઉદને ઈઝરાયલનાં લોકોનો રાજા બનાવ્યો, જેના વિષે એણે સાક્ષી આપી કે, “મને એક માણસ યિશાઈનો દીકરો દાઉદ મારી ઈચ્છા પરમાણે મળી ગયો, ઈ જ મારી બધીય ઈચ્છાઓને પુરી કરશે.”


જઈ એણે માનુ તો અમે ઈ કયને સામા માના થય ગયા કે, “પરભુની ઈચ્છા પુરી થાય.”


તઈ એણે કીધું કે, “અમારા બાપ દાદાના પરમેશ્વરે તને ઈ હાટુ ગમાંડ્યો કે, તુ એની ઈચ્છાને જાણ, અને ઈ ન્યાયી એટલે મસીહને જોવે અને એના મોઢે વાતુ હાંભળ.


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


તમારે પોતાના માલિકોની આજ્ઞા પાળવી જોયી, ખાલી તઈ જ નય જઈ ઈ તમને જોતા હોય કે ખાલી એને હારુ લગાડવા હાટુ, પણ તમે મસીહના ચાકરો છો, ઈ હાટુ તમારે પોતાના પુરા મનથી ઈ જ કરવુ જોયી, જે પરમેશ્વર ઈચ્છે છે કે, ઈ તમે કરો.


કેમ કે, અમને શેતાનની તાકાતથી છોડાવીને પરમેશ્વર પોતાના વાલા દીકરાના રાજ્ય લય આવ્યો છે.


ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.


પરમેશ્વરની ઈચ્છા આ છે કે, તમે પવિત્ર બનો અને છીનાળવા નો કરો.


દરેક સંજોગોમાં પરમેશ્વરને ધન્યવાદ આપો કેમ કે, તમારી હાટુ ઈસુ મસીહમા પરમેશ્વરની આજ ઈચ્છા છે.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


તમે પરમેશ્વરની ઈચ્છા પુરી કરી હકો, ઈ હાટુ તમારે ધીરજ રાખવાની જરૂર છે.


તઈ મેં કીધું કે, “હે પરમેશ્વર જેમ મારી વિષે સોપડીમા લખેલુ છે એમ, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું.”


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


પરમેશ્વર ઈચ્છે છે કે, તમે ભલા કામ કરો જેથી તમે ઈ મુરખ લોકોને તમારી વિરુધ ખોટા આરોપ લગાડવાથી રોકી હકો જે પરમેશ્વરને નથી જાણતા.


પરિણામ રૂપે ઈ માણસ આ પૃથ્વી ઉપર પોતાનુ પુરું જીવન પોતાની પાપી માનવીય ઈચ્છાઓ પુરી કરતો નય જીવે પણ ઈ ઈજ કરશે, જે પરમેશ્વર ઈચ્છે છે, ઈ પરમાણે કરે.


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.


પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ