1 હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.
જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.
યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.