આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.