47 જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
પરમેશ્વર પાક્કી રીતે ખુશ નય થાય જો તમે કાય ખોટુ કરો છો અને પછી ઈ તમને એની લીધે મારે છે. પણ જો તમે એવુ જ કરો છો જે હારું છે અને તોય તમે પીડા ભોગવો છો, તો તમે હારા કામ કરવા હાટુ પીડા ભોગવો છો. જો તમે એને સહન કરો છો, તો પરમેશ્વર તમારા વખાણ કરશે.